suryodaydigitalmedia
sanskriti ias coaching

Contact Number
9998358816 

Home » Gujarat » Bardoli : પુના વિશાળકાય અજગરનું રાત્રીના અંધારામાં દિલધડક રેસ્ક્યુ,16 વર્ષીય યુવકનો આબાદ બચાવ

Bardoli : પુના વિશાળકાય અજગરનું રાત્રીના અંધારામાં દિલધડક રેસ્ક્યુ,16 વર્ષીય યુવકનો આબાદ બચાવ

Share:

મહુવા તાલુકાના પુના ગામે આશ્રમ ફળિયા ખાતે વડ નીચે ગણેશ ચોક નજીક યુવાનો કાયમ બેસી રહે છે. ત્યારે 21 ઓગસ્ટની રાતે પણ યુવાનો ભેગા મળીને બેઠા હતા. અને યુવાનો છુટા પડવાની તૈયારીમાં હતા કેટલાક યુવાનો ઘરે નીકળી ગયા હતા. તો કેટલાક ગણેશ ઉત્સવની ચર્ચા કરી રહ્યા હતા. અને મોડી રાતે ઘરે પરત ફરી રહ્યા હતા.તે સમયે 16 વર્ષીય યુવક પણ પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો જેના પગ નજીક 10 ફૂટનો રોડ ઘેરીને વિશાળકાય અજગર પડી રહ્યો હતો. 16 વર્ષીય યુવક ઘભરાઈ જતા બૂમ મારતા અન્ય યુવકો ભેગા થયા હતા.વિશાળકાય અજગર ફળિયામાં ક્યારેય જોવા મળ્યો ન હતો. જેથી અજગરનું રેસ્ક્યુ કરનારની ટીમને જાણ કરવામાં આવી હતી. તરત પુના આશ્રમ ફળિયા ખાતે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી.અને લાકડાના ઢગમાં ભરાયેલ વિશાળકાય અજગરનું રાત્રીના અંધારામાં દિલધકડ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. અજગરને પકડી લેવાતા જ અજગરને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા.જોકે રેસ્ક્યુ ટીમે લગભગ 20 થી 25 મિનિટની ભારે જહેમત બાદ અજગર ને સહી સલામત પકડી લેવામાં આવ્યો હતો.ત્યારે સ્થાનિક જનતાએ હાશકારો મેળવ્યો હતો.અજગર આશરે 11 ફૂટ લાંબો હોવાનું જાણવા મળ્યું હતું હાલ અજગરને પકડી પાડી સુરક્ષિત જંગલ વિસ્તારમાં છોડવામાં આવ્યો છે.

Leave a Comment