આવતીકાલે બારડોલીમાં સર્વ સમાજ સનાતન રેલીનું આયોજન કરાયું છે. તાજેતરમાં બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થયેલ દમન મામલે રેલી યોજાનાર છે. જેના ભાગરૂપે આજે બારડોલી રાજપૂત સમાજની વાડી ખાતે બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનોની બેઠકનું આયોજન કરાયું હતું.હાલમાજ બાંગ્લાદેશમાં હિન્દૂઓ પર થયેલ દમન મામલે દેશભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આ મામલે પ્રત્યાઘાત હવે સુરત જિલ્લામાં પણ જોવા મળ્યા હતા. આવતીકાલે બારડોલી પ્રદેશ સનાતન સર્વ સમાજ દ્વારા એક રેલીનું આયોજન કરાયું છે. બારડોલી પ્રદેશના સર્વ સમાજના આગેવાનો તેમજ નાગરિકો આ રેલીમાં જોડાનાર છે.જે રેલીના આયોજનના ભાગરૂપે આજે રાજપૂત સમાજ વાડી ખાતે સર્વ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં એક બેઠકનું આયોજન કરાયું હતું .
જેમાં બારડોલી પ્રદેશના 30 થી વધુ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને આવતીકાલની રેલીના સંદર્ભમાં જરૂરી ચર્ચા વિચારણા અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું બારડોલીમાં સનાતન સર્વ સમાજ રેલી સ્વરૂપે એક આવેદન આપવા અંગે મિટિંગ નું આયોજન કરાયું હતું. આવતીકાલને ગુરુવારના રોજ બપોરે બે વાગ્યે સ્વરાજ આશ્રમ સૌ ભેગા થશે અને ત્યાં થી શાંતિ પૂર્ણ રીતે રેલી સ્વરૂપે સૌ નીકળશે. સ્વરાજ આશ્રમ થી જલારામ મંદિર રોડ , લીમડા ચોક થઈ બારડોલી પ્રાંત કચેરી સુધી રેલી સ્વરૂપે જવાનું નક્કી કરાયું છે. ત્યાં દેશના રાષ્ટ્રપતિ, વડા પ્રધાન , કેન્દ્રીય ગૃહ મંત્રી , વિદેશ મંત્રાલયને સંબોધીને એક આવેદન પણ આપવામાં આવનાર છે.