બારડોલી રૂરલ પોલીસને બાતમી મળી હતી કે મોતા ગામથી મવાછી ગામ તરફ જતા ખેતરાડીના રસ્તા ઉપર જાહેરમાં વિદેશીદારૂનો જથ્થો ઉતારી અમુક ઈસમો જથ્થો સગેવગે કરવાની પેરવીમાં છે. જે ચોક્કસ બાતમીના આધારે પોલીસે રેડ કરતા સિલ્વર કલરની ઇકો કાર નંબર GJ – 21 – CC – 4752 તેમજ એકટીવા મોપેડ નંબર GJ – 19 – BG – 4028 નો ચાલક રેડ જોઈ ગાડીઓ મૂકી ખેતરાડીમાં ફરાર થઈ ગયા હતા. પોલીસે ઇકો ગાડીમાં તલાશી કરતા ગાડીમાંથી વિદેશીદારૂની બોટલો નંગ – ૧૩૪૪ જેની કિંમત રૂ. ૧,૧૭,૬૦૦/- , ઇકો કાર જેની કિંમત રૂ. ૧,૦૦,૦૦૦/- તેમજ મોપેડ કિંમત રૂપિયા ૨૫,૦૦૦/- મળી કુલ રૂ. ૨,૪૨,૬૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસે ઇકોકારનો ચાલક સાગર હિંમત મોરે તેમજ મોપેડનો ચાલક જેના નામઠામની ખબર નથી. નાઓને વોન્ટેડ જાહેર કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.