સમગ્ર સુરત જિલ્લામાં સાંજે કાળા બીબાગ વાદળો વચ્ચે રાત્રીનો માહોલ થયો હતો. સાથેજ છેલ્લા ઘણા દિવસથી ભારે ઉકરાટ વચ્ચે વરસાદી માહોલ જામ્યો હતો.
બારડોલી , મહુવા , કડોદરા , કામરેજ , પલસાણા તેમજ જિલ્લાના અન્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વીજના કડાકા ભડાકા સાથે અચાનક ૪ વાગ્યામાં અંધાર પટ છવાઈ જતા જન જીવન ઉપર માઠી અસર પડી હતી. વાત કરીએ બારડોલીની તો બારડોલીમાં પણ ભારે વરસાદી માહોલ જામ્યો છે. નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર વરસાદ વરસતા બારડોલી મામલતદાર કચેરી દ્વારા તમામ ગામના તલાટીઓ અને સરપંચોને એલર્ટ કરવામાં આવ્યા છે. હાલ ભારે વરસાદ બારડોલીમાં વરસી રહ્યો છે. ત્યારે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની પણ સંભાવના છે. જે નીચાણવાળા વિસ્તારોમાં બારડોલી મામલતદાર દ્વારા એલર્ટ રેહવાનું પણ જણાવવામાં પણ આવ્યું છે.